શબ્દો 'શમા'ના, દિલ 'દીપ્તિ'નું...
 









         પ્રિય વાંચક-મિત્રો,હું મારા વિશે શું કહું ? મૂળ તો અમદાવાદની રહેવાસી,
         અને છેલ્લાં ૫ વર્ષોથીકેનેડા માં છું. શાળાના સમયથી જ થોડું-થોડું લખવાની
         ટેવ ને એમ જોવું તો સારો એવો સંગ્રહ પણ કરેલો છે.પાછાં ઓરકુટ પર
         ગુજરાતી મિત્રો મળ્યાં, તો પ્રેરણા મળી. અને હવે આપણે પણ મળતાં રહીશું,
         કોઈ ને કોઈ કારણે. આશ છે કે મારી કૃતિઓ તમને પસંદ આવશે અને મને
         જરૂર લાગે ત્યાં જરૂરથી માર્ગદર્શન આપતાં રહેશો. હા, વિશાલ મોનપરાનો
         જેટલો આભાર માનું તેટલો ઓછો છે..જે વિના ગુજરાતી કઈ રીતે લખી શકત,
          તે મને ખબર નથી.જ્યાં પણ જરૂર લાગે, ત્યાં આપનાં કિમતી સલાહ-સૂચનો
          આપશો,તો આપ સૌની આભારી રહીશ.

          દીપ્તિ પટેલ 'શમા'